એકવીસમી સદી જ્ઞાનની સદી છે--અને જ્ઞાનથી મોટું motivation કોઇ નથી

About Harshal Pushkarna

હર્ષલ પુષ્‍કર્ણાએ મૂલ્ય‌નિષ્‍ઠ પત્રકારત્વની ૩૦ વર્ષની સફર દરમ્યાન જ્ઞાન-‌વિજ્ઞાનની અવનવી જાણકારી ‘સફારી’, ‘‌જિપ્સી’, ‘‌સિટીલાઇફ’ જેવાં સામ‌યિકોમાં લેખન સંપાદન ઉપરાંત ‘સંદેશ’ અને ‘મિડ-ડે’ જેવાં દૈનિકો દ્વારા, ‘નેટવર્ક’ અને ‘અભિયાન’ જેવાં સાપ્‍તાહિકો દ્વારા તથા ‘આ છે ‌સિઆચેન’, ‘પરમવીર ચક્ર’ અને ‘ચાલો લદ્દાખ’ જેવાં પુસ્તકો થકી ગુજરાતી વાચકો સુધી પહોંચતી કરી છે. વધુ ‌વિગતઃ www.iamgypsy.in

દેશના લોકોમાં (ખાસ કરીને નવી પેઢીમાં) રાષ્‍ટ્રભાવના ખીલે અને લશ્કર પ્રત્યે તેમનો આદર-પ્રેમ વધે તે હેતુસર તેઓ ‘‌સિઆચેન જનજાગૃ‌તિ ઝુંબેશ / Siachen Awareness Drive’ અંતર્ગત ‌વિના મૂલ્યે કાર્યક્રમો કરે છે. અત્યાર સુધી આવા 45 કાર્યક્રમો ગુજરાત-મહારાષ્‍ટ્રમાં થઈ ચૂક્યા છે. વધુ ‌વિગતઃ
www.siachenawarenessdrive.org

કલમ ઊઠાવવા પાછળ હર્ષલ પુષ્‍કર્ણાનો ઉદ્દેશ જ્ઞાનપ્રસારનો રહ્યો છે તેમ હવે ‌‘‌વિમર્શ’ હેઠળ માઇક પકડવાનો આશય પણ જ્ઞાનપ્રસારનો જ છે. નવી પેઢીને વાંચન તરફ વાળવાનો છે, ‌વિચારતા કરવાનો છે, ‌તેમની જિજ્ઞાસા વૃ‌ત્તિ ઢંઢોળવાનો છે અને જે ‌વિચારપ્રેરક મુદ્દા ઘણી વાર યોગ્ય પ્લેટફોર્મના અભાવે કલમ વડે જણાવી નથી શકાતા એ તેમના સુધી પહોંચાડવાનો છે.

Harshal Pushkarna
Why Vimarsh?

ભારતની શિક્ષણ પદ્ધતિને ધરમૂળથી બદલવાનાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો આજ દિન સુધી એટલી મોટી સંખ્યામાં કરાયાં છે કે તેમનું એક સંકલિત પુસ્તક બનાવો તો તે દળદાર ગ્રંથનું સ્વરૂપ પામે. ભારતમાં અંગ્રેજોએ વર્ષો પહેલાં દાખલ કરેલી (અને એક્સ્પાયરી ડેટ ક્યારની વટાવી ચૂકેલી) શિક્ષણપ્રણાલિમાં શા ફેરફારો કરવા, કેવી રીતે જે તે ફેરફારનું અમલીકરણ કરવું અને શી રીતે સર્વાનુમતે તેને સ્વીકૃતિ અપાવવી તે અંગેનું પિષ્ટપેષણ જો કે આપણે ત્યાં એટલું લાંબું ચાલતું હોય છે કે ઘણાં ખરાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો સહજ કાગળ પર જ રહી જવા પામે છે. દરમ્યાન કિંમતી સમય વીતતો જાય છે અને નવી પેઢી તેના પાઠ્યપુસ્તકિયા જ્ઞાનના આધારે ‘ગ્રેજ્યુએટ’ના સિક્કા સાથે સ્કૂલ-કોલેજોમાં તૈયાર થઇને નીકળે છે.

vimarsh

ભારતની ‘ડિગ્રી ડ્રિવન’ સોસાયટીમાં એ પેઢી આજે ભલે પોતાનું ફોડી લેતી હોય, પણ હવે જમાનો ‘નૉલેજ ડ્રિવન’ સોસાયટીનો છે. ડિગ્રીનું અગાઉ જેટલું હતું એટલું બધું મહત્વ એ સોસાયટીમાં રહ્યું નથી. નેશનલ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઉમેદવારની પસંદગી જે તે વિષયમાં તેના નૉલેજના આધારે તેમજ વૈચારિક કૌશલ્યના આધારે થાય છે. ટૂંકમાં, નૉલેજ ઇઝ પાવરનું સૂત્ર પ્રેક્ટિકલ રીતે અમલમાં મૂકાઇ રહ્યું છે.

નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમની રુક્ષતાએ આપણે ત્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ/ R&Dનું ક્ષેત્ર સૂનું પાડી દીધું છે. ભારતમાં હાલ દર ૧૦,૦૦૦ વ્યક્તિએ ફક્ત ૪ જણા R&Dમાં રોકાયેલા છે. (અમેરિકાનો ફિગર ૭૯ છે; જાપાનનો ૪૭ છે). R&Dના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય જેમણે કર્યું છે તેવા ૫૦ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન છેક ૩૮મું છે. અમેરિકા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા તો ઠીક, ઇસ્તોનિયા, લક્ઝેમ્બર્ગ, માલ્ટા અને લિથુઆનિયા જેવા ચિલ્લર દેશો પણ ભારતથી આગળ નીકળી ગયા છે. જગતના પચાસ રચનાત્મક તથા પરિવર્તક અર્થતંત્રોમાં આપણે ૪૫મા ક્રમે ઊભા છીએ.

ભારતની જરીપુરાણી શિક્ષણપ્રણાલિમાં આવકારદાયક સુધારા થાય ત્યારની વાત ત્યારે, પણ દરમ્યાન પરંપરાગત એજ્યુકેશન સિસ્ટમ વચ્ચે ઉછરતી નવી પેઢીમાં થોટ પ્રોસેસ ખીલવી શકાય તો તેના જેવું રુડું શું?

‘‌વિમર્શ’ તે ‌દિશામાં ભરેલું પગલું છે. ‘‌વિમર્શ’ હેઠળ જ્ઞાન-‌વિજ્ઞાનના મા‌હિતીસભર સંવાદ થકી ગુજરાતી પ્રજાને/નવી પેઢીને ઇતર વાંચન તરફ ઢાળવાનો પ્રયાસ કરાશે. સરવાળે તેમને સવાલો પૂછતા કરી મગજમાં ચાલતી થોટ પ્રોસેસ ટૉપ ગિઅરમાં નાખવાનો છે.

એકવીસમી સદી જ્ઞાનની સદી છે--અને જ્ઞાનથી મોટું motivation કોઇ નથી.

 
ABOUT VIMARSH
  • ‘‌વિમર્શ’ શું છે? ‘‌વિમર્શ’ એ ત્રણેક દાયકાથી જ્ઞાન-‌વિજ્ઞાનના લેખન તેમજ પ્રચાર-પ્રસારમાં પરોવાયેલા હર્ષલ પુષ્‍કર્ણાનું ‌વિચારબીજ છે.
    ‘‌વિમર્શ’ના બેનર હેઠળ તેઓ એક પ્રોફેશનલ વક્તા તરીકે જ્ઞાન-‌વિજ્ઞાન, ટેક્નોલો‌જિ, સંરક્ષણ, ‌શિક્ષણ, પુસ્તક પ‌રિચય /‌ વિશ્લેષણ, અર્થપૂર્ણ પ્રવાસો, સાહસ પ્રવાસો, ‌જનરલ નોલેજ પ્રશ્નોત્તરી વગેરે જેવા વિષયો પર નક્કર જાણકારી અને મા‌હિતીસભર સંવાદ કરશે.
  • આવા સંવાદનું આયોજન ક્યાં થઈ શકે? શાળા, કોલેજો, યુ‌નિવ‌ર્સિટીઓ તથા ખાનગી સંસ્‍થાઓમાં જ્ઞાનસંવાદ ગોઠવી શકાય.
  • આયોજન માટે શું કરવું પડે? વેબસાઇટમાં આપેલા Arrange A Talk સેકશનમાં જઈ જરૂરી ‌વિગતો ભરી મોકલવાની રહેશે.
  • સંવાદ ‌વિના મૂલ્યે છે? ‘‌વિમર્શ’ હેઠળ થનારા સંવાદ ‌વિના મૂલ્યે નથી.
Arrange A Talk
Contact Us

Harshal Pushkarna

Mobile : +91 94268 82634
(Mon to Sat - 10:30am to 6:30pm)
Email : harshalpushkarna@gmail.com

We're on social networks

Visitors : 15469